The Next Chapter Of Joker Part – 27 Written By Mer Mehul સાંજના સાડા છ થયાં હતાં. એક જીપ પોલીસ સ્ટેશન બહાર આવીને ઉભી રહી. તેમાંથી હિંમત અને ત્રીસેક વર્ષનો યુવાન નીચે ઉતર્યા. બંને ચાલીને અંદર પ્રવેશ્યાં. જુવાનસિંહ ત્યારે ઓફિસમાં જ બેઠા હતાં. “બેસો અહીં…” એ વ્યક્તિને જુવાનસિંહનાં રૂમ બહાર બેન્ચ પર બેસવાનો ઈશારો કરીને હિંમત રૂમમાં ગયો. એકાદ મિનિટ પછી એ બહાર આવ્યો અને એ વ્યક્તિને અંદર આવવા કહ્યું. “સર, આ ઓમકાર મેડિકલ સ્ટોરનાં માલિકનો દીકરો પાર્થ છે” હિંમતે પાર્થની ઓળખાણ કરાવી, “તેનાં કહેવા મુજબ, છેલ્લાં બે દિવસથી તેનાં પિતા લાપતા છે” “તારા પિતાનાં ગૂમ થયાની ફરિયાદ નોંધાવી