The Next Chapter Of Joker - Part - 26

(25)
  • 4.3k
  • 4
  • 2.2k

The Next Chapter Of Joker Part – 26 Written By Mer Mehul છેલ્લી પાંચ સેકેન્ડમાં બાજી પલટી ગઈ હતી, જે મરઘી ઉપરા ઉપર સોનાનાં ઈંડા આપતી હતી તેનું ગળું કપાઈ ગયું હતું. વાટલીયાએ પોતાનાં તરફથી બધી જ માહિતી જણાવી દીધી અને ત્યારબાદ પોતાનાં હાથે જ પોતાનાં લમણે ગોળી મારી દીધી હતી. “આ શું થઈ ગયું સર….!” હિંમતે આશ્ચર્યવશ પૂછ્યું, “વાટલીયાએ પોતાને જ ગોળી મારી દીધી…” જુવાનસિંહ ઉભા થયાં. પોતાનાં કપડાં વ્યવસ્થિત કર્યા અને વાટલીયાનાં ગળે બે આંગળી રાખીને રગ તપાસી. “વાટલીયા મૃત્યુ પામ્યો છે…” જુવાનસિંહે શાંત અવાજે કહ્યું. “સર….” જુવાનસિંહની વાત સાંભળીને હિંમતને વધુ આશ્ચર્ય થયું, “આપણો ગવાહ