કુંવર વિરેન્દ્રસિંહના કહેવાથી કાવ્યા જીતસિંહના રૂમમાં દાખલ થઈ. આખો રૂમ જાણે કાચનો હોય તેવુ લાગી રહ્યુ હતું. મોટા મોટા પોસ્ટર દીવાલ પર લાગ્યા હતા તો દીવાલોના ખૂણે ખૂણે ફૂલદાનીઓ હતી. સામે એક મોટું ટીવી હતું ને સોફા પર જીતસિંહ બેઠા બેઠા ટીવી જોઈ રહ્યા હતા. કાવ્યા ધીરેથી જીતસિહની સામે આવી. એક સુંદર છોકરીને જોઈને જીતસિંહ ઉભા થઇ ગયા. ને આટલી સુંદર છોકરી જોઈને જીતસિંહ બસ કાવ્યાને નીરખી જ રહ્યા. બંને માંથી કોઈ બોલે તે પહેલાં વિરેન્દ્રસિંહ તેમની પાસે આવ્યા અને જીતસિંહની બાજુમાં બેસીને બોલ્યા. ભાઈ.. આ છે કાવ્યા. મારી ફ્રેન્ડ.તે આ શહેર ફરવા આવી છે. ગાર્ડનમાં મને મળી થોડી વાતો થઈ. તે