કાવ્યા વસ્ત્રાપુર શહેરમાં આવેલ મહેલ પાસે પહોંચી. મહેલ ઘણો મોટો અને ભવ્ય હતો. એટલે જોતા લાગે કે પરવાનગી વગર મહેલની અંદર પ્રવેશ કરી શકાય નહિ. મહેલના મુખ્ય દરવાજા પાસે ઊભી રહીને કાવ્યા વિચારવા લાગી કે મહેલની અંદર કેવી રીતે દાખલ થવું. જો અદ્રશ્ય રૂપમાં દાખલ થઈશ અને વિરેન્દ્રસિંહ પાસે પહોંચીશ તો તે કઈક બીજું સમજ છે અને મને ત્યાંથી કાઢી પણ મૂકશે. અને જો સાદા રૂપમાં પરવાનગી લઈને જઈશ તો મારી વાત પર કોઈ ધ્યાન પણ નહિ આપે. અને ગરીબ સમજીને મહેલ બહાર કાઢી પણ મૂકે. શું કરવું તે કાવ્યાને સમજમાં આવી રહ્યું ન હતું. ઘણા વિચાર કર્યા પછી કાવ્યાએ નિર્ણય કર્યો.