The Next Chapter Of Joker - Part - 19

(29)
  • 4.1k
  • 2
  • 2.2k

The Next Chapter Of Joker Part – 19 Written By Mer Mehul રમીલા, હિના અને છેલ્લે સુમન પોતાની પૂછપરછની કાર્યવાહી પુરી કરીને ક્રમશઃ બહાર નીકળ્યાં હતાં. જુવાનસિંહ બધાને પોતાની ઓફિસમાં બોલાવ્યાં. બધાં પાસેથી અવિનાશનાં સંદર્ભમાં મહત્વની લાગતી જાણકારી મેળવી અને ત્યારબાદ પોતે અવિનાશની સેલ તરફ અગ્રેસર થયાં. છેલ્લી સેલમાં અત્યારે જુવાનસિંહ અને અવિનાશ સામસામે બેઠાં હતાં. જુવાનસિંહનાં ચહેરા પર સ્મિત ફરકતું હતું. “તે મર્ડર નથી કર્યું અવિનાશ…” જુવાનસિંહે કહ્યું. “બે દિવસથી હું એ જ તો કહું છું સર…મેં મર્ડર નથી કર્યું..” અવિનાશે કહ્યું. “તે મર્ડર નથી કર્યું તો એ રાત્રે તું રમણિક શેઠનાં બંગલે શા માટે ગયો હતો