ગેલાએ ઝડપથી જાગીને જોયું, તો સવાર પડી ગઈ હતી. કાયમ માટે ચાર વાગ્યે જાગતા રાજી ને ગેલો આજે રાતના ઉજાગરાને લીધે છ વાગ્યે જાગ્યા. રાજીએ બહાર જોયું તો રામુ આપા ને જીણીમા ભેંસો નીચેથી પોદળા ઢસડતા હતાં. રાજી પરણીને આવ્યા પછી આટલું મોડું જાગવાનું ક્યારેય નહીં બનેલું. અને એ પણ એકસાથે ઓરડામાંથી બહાર નીકળવું બંનેને ખુબ શરમ લાગી. ગેલો ધીમે રહી ઓરડાનું પતરાનું કમાડ ઉઘાડી બહાર નીકળ્યો, "આપા મને જગાડ્યો નય? રાત્યે કનાને હુવરાવવામાં ને ઈની ચંત્યામાં હુવામાં મોડું થઈ જ્યું."આમ વાતો કરતો કરતો ગેલો ધીમે રહી કામમાં જોડાઈ ગયો.રાજી મોંઢું ધોઈ સીધી રસોડા ભેગી