આમ તેમ પડખા ફેરવીને થાકયો, નિંદર જાણે વેરી બની બેઠી હતી. આંખ બંધ થતાની સાથે જ એ લોહી ભીનું દૃશ્ય નજર સમક્ષ ફરી વળતું અને આંખ ખુલી જતી....તાજી જ ઘટેલી એ દુર્ઘટનાની યાદ ખૂબ ડરામણી હતી. એ દુર્ઘટના જેનો જવાબદાર હું પોતે જ હતો.બસ હવે પથારીમાં પડયા રહેવાનો કોઈ અર્થ નહોતો. નિંદર ના મનામણાં કરવા વ્યર્થ હતા. વળી જો આમતેમ પડખા ફેરવતા બાજુમાં સુઈ રહેલી મારી નાનકડી ઢીંગલી જાગી જાય તો રડારોળ કરી મૂકે. કાચી ઊંઘનું એનું રૂદન અનિતા સિવાય કોઈ જ બંધ કરાવી શકે એમ નહોતું, જે હવે શક્ય નહોતું. જીવનને પેલે પાર પહોંચી ચુકેલી અનિતા સુધી માત્ર સ્વપ્નમાં જ