નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ માટે મંજૂરીના મળતા બાળકોનું ટોળું નિરુત્સાહી થતું ઘરે જવા રવાના થઈ ગયું, હવેતો આર્ય જ આખરી રામબાણ હતું એમના માટે, એટલે આર્ય બહારગામ થી પાછો આવી જાય એની રાહ જોયા સિવાય કોઈ છૂટકો જ નહોતો.બીજા દિવસે વહેલી સવારે સૌ તૈયાર થઈ રોહિતને ઘરે એકઠા થઈ આર્ય ના આવવાની કાગડોળે રાહ જોઈ રહ્યા.થોડીજ વારમાં આર્ય કૂદતો કૂદતો રોહિતના ઘરે બધી ઘટનાઓ થી અજાણ આવી રહ્યો.આર્ય ને જોતાજ બાળટોળી માં ઉત્સાહનું અનેરું મોજુ ફરી વળ્યુ, અને આર્યને સૌ ઘેરી વળ્યા.અરે દોસ્તો કેમ છો તમે બધા કેમ આજે આમ મને ઘેરી ઉઠ્યા છો, આર્ય આશ્ચર્યના ભાવ સાથે બોલી ઉઠ્યો.પહેલા એ