પ્રાયશ્ચિત - 60

(114)
  • 8.9k
  • 5
  • 7.7k

પ્રાયશ્ચિત પ્રકરણ 60સવારે આઠ વાગ્યા સુધી કેતન અને જાનકીને કોઈએ પણ ડિસ્ટર્બ કર્યાં નહીં. એમની મેળે જાગશે એટલે નીચે આવી જશે એમ જ સૌએ સ્વીકારી લીધું. સૌથી પહેલાં જાનકીની આંખ ખૂલી ગઈ. પુરુષ કરતાં સ્ત્રી જ વહેલી જાગી જતી હોય છે ! મોબાઈલમાં જોયું તો સવારના આઠ અને વીસ મિનિટ થઈ હતી. જાનકી સફાળી બેઠી થઈ ગઈ અને સીધી વૉશરૂમમાં ભાગી. કેતનના આ બંગલાનો વૉશરૂમ પણ ઘણો વિશાળ હતો ! વૉશરૂમમાં જેમ નાઇટી ગોઠવેલી હતી તેમ સવારે પહેરવાનો એક ફોર્મલ ડ્રેસ પણ મુકેલો જ હતો. આ કામ પેલી ઈવેન્ટ મેનેજમેન્ટવાળી બે છોકરીઓનું હતું કે પછી ઘરના જ કોઈએ આટલી બધી કાળજી રાખી