સરનામાં વગરનો કાગળ

  • 3.6k
  • 1.3k

અમદાવાદ નાં મણીનગર માં આવેલી એક નાનકડી ખોલીમાં રહેતો ભીમો આજ સવારથી જ ઉદાસ હતો, તેણે કામ જ એવું કર્યુ હતા તે જાતી જીંદગીએ તેમને ખૂંચી રહ્યું હતું. ખોલીને આગળિયો મારી તે બહાર આવ્યો, તેને કોઈ સરસામાન કે પૈસા લૂંટાવાનો ભય નહોતો કારણ ખોલીમાં ગાર ઉખડી ગયેલો ચૂલો, બે-પાંચ વાસણ ને ભાંગેલા ખાટલા પર ચાર-પાંચ ગોદડાં ને એક બે ઓશીકા સીવાય કાંઈ નહોતું. ટાઢ, તડકા ને વરસાદથી બચવા તેની પાસે એક છાપરૂં હતું તેમને છેલ્લી વખત જોઈને નીકળી પડ્યો હાથમાં એક લાકડી ને ખિસ્સામાં થોડું પરચૂરણ લઈને. ક્યાં જવું તે નક્કી નહોતું ચાલતો ચાલતો તે કાંકરિયા પહોંચી ગયો. કાંકરિયાની પાળે