ચોર અને ચકોરી - 1

(16)
  • 8.3k
  • 2
  • 5k

એ વીસ વર્ષનો ફૂટડો નવજવાન હતો. જીગ્નેશ ભટ્ટ નામ. જન્મ તો બ્રાહ્મણ પરિવારમાં થયો. પણ નવ વર્ષની ઉમરે કેશવ ઉઠાવગીર ના હાથે ચડી ગયો. અને એના નસીબે એને પુજા અર્ચના કરનાર પુજારી ને બદલે અવ્વલ નંબરનો ચોર બનાવ્યો. એની ચકોર દ્રષ્ટિ અને લાજવાબ હિંમત ના કારણે. એ ગમે તેવી અટપટી જગ્યાએ ચોરી કરવા જતો અને ચોરી કરી ને આબાદ સફળતા પુર્વક પાછો ફરતો. એની એ આવડત ના કારણે કેશવ એને હથેળીમાં રાખતો.