દૈત્યાધિપતિ - ૩૧

  • 2.4k
  • 2
  • 1.2k

પોહંચ્યા ત્યારે સવાર થઈ ગઈ હતી. પણ કોઈ પક્ષી કલરવ કરવા ન હતું બેઠું. લગ્ન કોઈક એક રિસોર્ટમાં હતા, જય કોઈ એક રૂમમાં ખુશવંત અને સ્મિતા તેમની રાહ જોઈ રહ્યા હતા. સ્મિતા અહી થી ત્યાં ચાલી રહી હતી. પણ ખુશવંત આરામથી એક ખુરસીમાં બેસી વાંચતો હતો. રૂમની બારી માંથી એક સુંદર દરિયો દેખાતો હતો, બારીની જમણી બાજુ એક પલંગ હતો, જેની પર આંખ પકડી લે તેવા લીલા રંગની ચાદર અને કમ્ફર્ટર હતૂ. આખો રૂમ કોફી રંગના લાકડાથી બન્યો હતો. પેંટિંગ બધી બાજુ લાગેલા હતા, જેમાંથી ઘણી તસવીરો ગોવાના પુર્તગલી ઇતિહાસ વખતની હતી. બાથરૂમ તથા હૉલ તરફ જવાના રસ્તામાં આવતો દરવાજો