નેહડો ( The heart of Gir ) - 8

(29)
  • 6.6k
  • 1
  • 3.8k

રાજી પાણીમાં ખેંચાવા લાગી. પહેલા તો ગેલાએ રાજીનાં હાથને હળવેથી ખેંચ્યો. પરંતુ પાણીમાં તેનાં કરતાં બમણા જોરથી રાજીને કોઇ ખેંચી રહ્યું હતું. હવે ગેલાએ પોતાની અસલી તાકાત લગાવી. રાજીના બંને હાથ કાંડાથી મજબૂત જાલી લીધા. પાણીમાં પડેલા એક મજબૂત પથ્થર સાથે પોતાના બંને પગ ટેકવી દીધા. " હવે ભડ થઈ જા,બિતી નય. હમણે તારો સૂટકારો કરાવી દવ." એમ કહી,"જય મા ખોડલ, જય દુવારિકાવાળા" બોલી ગેલાએ રાજીને કાંઠા બાજુ આંચકો માર્યો. ગેલાનાં આ જોરૂકે આચકે રાજી કાંઠે આવી પડી.પણ આ શું? રાજીનાં જમણા પગનો પંજો, કાળા મેષ અને પૂરા પાંચ ફૂટ