એક લવ એગ્રીમેન્ટ - 6

(12)
  • 3.6k
  • 1.6k

આઈશા અને એરિકનો દિવસ તો સારો રહ્યો. આઇશાએ સવારે વહેલા ઉઠીને રસોડામાં જે હતું તે બધું જ જોઈ લીધું અને બે ટિફિન બનાવી તૈયાર કરી દીધા. આઈશાએ ઓટો કરી અને એરિક પોતાના બાઇક પર નીકળ્યો. કોલેજમાં જાણે બંને અજાણ હોય તેમ એકબીજા સાથે વાતો ટાળતા રહ્યા. પણ એક જ ક્લાસમાં હોય એટલે થોડું ટકરાવાનું રહેતું ગયું. આઈશા એની મિત્ર રોશનીથી ખૂબ ગુસ્સા હતી. રોશની એને મનાવવાના પ્રયત્નો કરી રહી હતી છતાં આઈશા એની સાથે વાત કરવાનું ટાળવા લાગી. જો કે આઈશાના વધારે મિત્રો હતા નહિ જેથી તે થોડી એકલી હોય એમ લાગવા માંડ્યું. આઈશા: રોશની ફરી મારી તરફ વાત કરવા