અયાના - (ભાગ 21)

(17)
  • 3.5k
  • 5
  • 1.8k

લીલાવતી હોસ્પિટલ પહોંચીને બસ ત્યાં ઉભી રહી...ગામથી લઈને હોસ્પિટલ વચ્ચેના અંતરમાં જેના ઘર આવતા એ બધાને ત્યાંજ ઉતારી દેવામાં આવ્યા હતા...સમીરા બસમાંથી ઉતરી ગઈ હતી...હોસ્પિટલ પહોંચ્યા ત્યારે બસમાં અયાના, દેવ્યાની , વિશ્વમ , ક્રિશય અને બીજા થોડા સ્ટુડન્ટ્સ હતા જે બસમાંથી ઊતરીને પોતાની ઘર તરફ ચાલવા લાગ્યા તો અમુક ને એના પરિવારના સભ્યો માંથી કોઈ લેવા આવ્યું હતું....બસમાંથી નીચે ઉતર્યા ... ડૉ.પટેલે ક્રિશય અને વિશ્વમ ને થોડી વાર હોસ્પિલ રહેવા કહ્યું..."તમને બંનેને ક્રિશય મૂકી જાશે..." અયાના અને દેવ્યાની ને જોઇને ડો.પટેલે જણાવ્યું..."ના, અમે જતા રહેશું...." અયાના બોલી એટલે ક્રિશય ની નજર અયાના ઉપર આવી..."હા અંકલ અમે જતા રહેશું...." દેવ્યાની એનું