આંસુ અને હાસ્યનું મિશ્રણ - 1

(29)
  • 7.4k
  • 3
  • 2.8k

હું બગીચાની પાટલી પર બેસ્યો હતો. સાંજના આશરે ૬ વાગ્યા હશે. બાળકો મસ્તી કરી રહ્યા હતા અને હું હંમેશ પ્રમાણે આ બાળકોની મસ્તી નિહાળી રહ્યો હતો. ઠંડો પવન મારા ચહેરાને ખુશીની અનુભૂતિ કરાવી રહ્યો હતો. સૂરજની લાલિમા આકાશમાં છવાયેલી હતી. અને આ બધામાં ફૂલોની સુગંધ સોને પે સુહાગાનું કાર્ય કરી રહી હતી. સમય કેટલો જલ્દી વીતી જાય છે. આજે મારો જન્મદિવસ છે, ૬૧માં વર્ષમાં મારુ આગમન થયું. પરંતુ આ ૬૧ વર્ષથી કે સમયથી કોઈ જાતની ફરિયાદ નથી. હું આ ઉંમરે પણ એ જ સ્માઈલ આપું છું જે ૨૦-૨૧ વર્ષની ઉંમરે આપતો હતો. અરે તમને કહેવાનું તો રહી