ભંડકિયામાં લાયબ્રેરી

  • 3.5k
  • 1.2k

પાર્થ ઘરમાં એકલો હતો, આજે ઘરમાં આવેલું 'ભંડકિયુ ' ખુલ્લું રહી ગયું હતું, પાર્થ ના મમ્મી હિનાબેન હંમેશા ભંડકિયુ બંધ રાખતા કારણ, ભંડકિયુ ભોંય તળિયે હતું તેમાં આશરે પંદર જેટલા પગથિયાં હતા પાર્થ ચાલતા શીખ્યો એટલે પડી જવાની બીકે ભંડકિયાને તાળું લાગી ગયું જે આજ દિન સુધી ( સાત વર્ષ ) બંધ રહ્યું. પાર્થે હજીસુધી ભંડકિયુ જોયું નહોતું, આજે તે ભંડકિયા પાસેથી પસાર થયો તેણે ભંડકિયુ અર્ધખુલ્લું જોયું, તેની અંદર શું છે તે તાલાવેલી સાથે પાર્થે ભંડકિયુ આખું ખોલી અંદર નજર કરી, કંઈ પણ દેખાતું ન્હોતું ચારેબાજુ અંધારૂ જ અંધારૂ ભળાતુ હતું તેણે પોતાની આંખો ચોળી તો પગથિયાં દેખાણા. પાર્થ