અયાના - (ભાગ 20)

(15)
  • 3.8k
  • 1
  • 1.8k

"વિશ્વમ...." બંને વચ્ચેનું મૌનવ્રત તોડતો વિશ્વમ કંઇક બોલવા જતો હતો ત્યાં દેવ્યાની વચ્ચે બોલી ઉઠી..."મારો જવાબ પહેલા પણ એ જ હતો અને અત્યારે પણ એ જ છે....""પણ તારી આંખો તો કંઇક અલગ કહે છે ....""તને મારા શબ્દો ઉપર વિશ્વાસ છે કે મારી આંખો ઉપર...." વિશ્વમ તરફ થી નજર ફેરવીને દેવ્યાની એ કહ્યું...દેવ્યાની ના હાથ ઉપર થી પોતાનો હાથ ખસેડીને વિશ્વમ બારી બહાર જોવા લાગ્યો ...દેવ્યાની પણ વિશ્વમ ને પ્રેમ કરે છે પરંતુ એ એના પરિવાર ના કારણે પોતાનો પ્રેમ છુપાવી રહી છે એ વાતની જાણ હોવા છતાં વિશ્વમ કંઈ કરી શકે એમ ન હતો....પોતાની એક આંખમાં આવેલું આંસુ દેવ્યાની એ