બેકાબુ બનેલી ધડકનો, ચડી ગયેલો શ્વાસ, પરસેવે રેબઝેબ શરીર... ત્યારે શાંત પડ્યું જ્યારે પૂરેપૂરો વિશ્વાસ બેઠો કે આ માત્ર સ્વપ્ન જ હતું ! હકીકત નહીં...!!સ્વપ્નમાં હંમેશ માટે અલવિદા કહી રહેલી માધવીને રોકવા માટે લંબાયેલો હાથ હવામાં જ અટકેલો રહી ગયો. મોઢા માંથી એક ચીસ નીકળી ગઈ અને હું ઝબકી ને જાગી ગયો....!સ્વપ્નમાં જોયેલું આ દ્રશ્ય શરીરમાં ધ્રુજારી ઉત્પન્ન કરી ગયું. માધવી ને ખોઈ બેસવાનો ડર મને સતત અંદર થી કોરી ખાતો હતો. આ ડર પહેલવહેલી વખત ત્યારે અનુભવાયો જ્યારે એન્જીનીયરીંગ કૉલેજની ફેરવેલ પાર્ટીમાં માધવીએ હસતા હસતા કહી દીધું હતું કે "રાકેશ, હવે જલ્દીથી પગભર થા, નહીંતર મારા પેરેન્ટ્સ મને બીજે