ચોકીદાર

  • 4.5k
  • 1.4k

રાતના લગભગ ત્રણ વાગ્યા હતા. ઉનાળો હોવા છતાં ઠંડીની લહેર હતી. સોસાયટીમાં લગભગ બધાના ઘરોમાં લાઈટો બંધ જ હતી. મોડી રાત સુધી ભણવા વાળા છોકરાઓ પણ સુઈ ગયા હતા. મોટાભાગના ધાબા ઉપર અને કેટલાક બહાર ખાટલો લઇ સુતા હતા. ચોકીદાર ઈશ્વરસિંહ, નીચે લોખંડની પટ્ટી લગાવેલ લાકડાનો ધોકો ખખડાવતો-ખખડાવતો ચોકી કરતો હતો. આખો દિવસ હીરા ઘસવાની નોકરી કર્યા પછી રાત્રે નવ વાગ્યે તે સોસાયટીના ખૂણામાંની ઓરડીમાંથી બહાર નીકળતો. તે સહ પરિવાર આ નાની ઓરડીમાં રહેતો હતો. તેના પરિવારમાં તે, પત્ની અને એક બિમાર મા હતી. ઈશ્વરસિંહ એક આખો આંટો મારીને પોતાની ઓરડી આગળ આવ્યો અને બાંકડા પર બેઠો. તેને ખબર હોવા