ફિલ્મ ૮૩

(35)
  • 3.4k
  • 1
  • 1.3k

ફિલ્મ '૮૩'-રાકેશ ઠક્કર ફિલ્મ '૮૩' ને જેમણે પણ જોઇ છે એ માનશે કે થિયેટરમાં જ એનો સાચો આનંદ માણી શકાય એમ છે. કબીર ખાનનું નિર્દેશન ત્રણ કલાક માટે થિયેટરને ક્રિકેટ સ્ટેડિયમ બનાવી દે છે. ક્રિકેટ મેચના દ્રશ્યો એટલા વાસ્તવિક બન્યા છે કે દર્શકને એવી અનુભૂતિ થાય છે કે તે પણ ભારતીય ટીમ સાથે ઇન્ગ્લેન્ડ પહોંચી ગયો છે! મામૂલી ગણાતી ભારતીય ક્રિકેટ ટીમ કેવી રીતે મોટી જીત મેળવે છે એની વાત તેમણે નાની નાની મજેદાર વાતો સાથે રજૂ કરી છે. કેમકે ફિલ્મની શરૂઆતની અને અંતની વાત તો બધાને જ ખબર છે. ક્રિકેટ વર્લ્ડ કપને એક મજેદાર વાર્તાની જેમ રજૂ કર્યો છે. થિયેટરમાંથી