આદિકવિ નરસિંહ મહેતા

  • 5.7k
  • 1
  • 2.4k

ધારાવાહિક:- આપણાં મહાનુભાવો ભાગ:- 23 આદિકવિ નરસિંહ મહેતા લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની નરસિંહ મહેતા કે જેને આપણે ગુજરાતી ભાષાનાં આદિકવિ કે ભક્તકવિ કે નરસી ભગત કે ભક્ત નરસૈયો જેવા લોકપ્રિય નામથી ઓળખીયે છીએ. ઊર્મિકાવ્યો, આખ્યાન, પ્રભાતિયા અને ચરિત્રકાવ્યોના આરંભ કરનાર તરીકે નરસિંહ મહેતાની ગણતરી થાય છે. એમના દ્વારા રચાયેલ પ્રભાતિયા સવારે ગવાય છે. પાંચસો વર્ષ પહેલાં એમણે રચેલ ભજનો અને કાવ્યો આજે પણ એટલાં જ લોકપ્રિય છે. ખૂબ જ ભક્તિભાવથી લોકો એમનાં રચેલ પદો ગાય છે. નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાનાં તળાજા ગામમાં ઈ.સ. 1414માં વડનાગરા નાગર બ્રાહ્મણ જ્ઞાતિના શ્રી કૃષ્ણદાસ મહેતાને ત્યાં થયો હતો. તેઓ હાલનું જુનાગઢ કે જે તે સમયે જુર્ણદુર્ગ તરીકે ઓળખાય