તું જ તારો ગાંધી બની જા દોસ્ત..!

  • 3.4k
  • 1.1k

તું જ તારો ગાંધી બની જા દોસ્ત..! આઝાદી એટલે અમૃતકુંભ, આઝાદી એટલે સ્વાતંત્ર્યની જ્યોતનું પ્રાગટ્ય, આઝાદી એટલે શહીદો અને સ્વાતંત્ર્ય વીરોએ મા ભારતીને માથે કરેલી તાજપોશી..! આઝાદી એટલે શુરાતનની ભેટ, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી કહે એમ છેલ્લો ઝેરનો કટોરો પીધા પછી ખોળામાં પડેલો સંજીવનીનો મહોત્સવ..! વિચાર તો કરો, કુદરતના કેટલાં લાડકવાયા દીકરા છે કે, ૧૯૪૭ થી ૨૦૨૧ સુધીના આઝાદીના અમૃત મહોત્સવને માણવા આપણે વિદ્યમાન અને સાક્ષી છીએ. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં સાચે જ કહ્યું છે કે, ‘ સમ-દુખ-સુખમ ધીરમ સ: અમૃતત્વાય કલ્પતે’. અર્થાત, જે સુખ-દુ:ખ, આરામ પડકારોની વચ્ચે પણ ધીરજની સાથે અટલ અડગ અને સમ રહે છે, એ જ અમૃતને પ્રાપ્ત કરે છે, અમરત્વ મેળવે છે. અમૃત મહોત્સવથી