( ૧ ) મીના અને પલ્લું ખભે દફતર ટીંગાડીને રોજ સાથે સ્કૂલે જતાં, ભણતા તો બીજું ધોરણ હતાં પણ બન્નેને વાંચવાનો બહુ શોખ. તેમના ઘરે ફુલવાડી, ઝગમગ અને ચંપક નિયમિત આવતા. એક દિવસમાં તો બન્ને બહેનપણીઓ તે વાંચીને પૂરાં કરી નાંખતી પછી શું વાંચવું એ પ્રશ્ન બન્નેનાં મનમાં આવતો તેથી સ્કૂલની લાયબ્રેરીમાં બંને વાંચવા પહોંચી જતી, આજે પણ તેમજ થયું. મીના સ્કૂલની લાયબ્રેરીમાં પહોંચી ગઈ, મીનાને પલ્લું ગોતવા નીકળી તે કોઈ જગ્યાએ ન મળતા નક્કી મીના લાયબ્રેરીમાં પહોંચી ગઈ હશે તેમ કહી પલ્લું તેને શોધવા લાયબ્રેરીમાં ગઈ તો મીના એકબાજુ ખૂણામાં બેઠી બેઠી મિયાં ફુસકી ને વાંચી રહી હતી. "મીના