પુનરાવતૅન

  • 10k
  • 3.2k

રોજબરોજની જેમ આયૉ પોતાનું રૂટિન પતાવીને સાંજે પોતાની કારમાં ઘરે જવા નીકળી. ઘરે પહોંચીને દેવકી પાસેથી પોતાનું બાળક લઈને આખા દિવસનો થાક ઊતારવા લાગી. આખો દિવસ પોતાના બાળકથી દૂર રહેતી વકિઁગ વુમન આયૉ રાત પડતાં જ પોતાના બાળકને પોતાના આચળમાં લઈને હેત વરસાવા લાગતી. સિંગલ મધરને કેટકેટલી તકલીફ ભોગવવી પડે છે એનો અંદાજ તો કોને હોય? આયૉ આવી જ એક સિંગલ મધર વીથ વકિઁગ વુમન હતી. જે પોતાના બાળકને એક આયા જેનું નામ દેવકી છે તેની પાસે મૂકીને આખો દિવસ ઑફિસમાં પોતાના પ્રોજેક્ટ પૂરા કરવામાં મશગૂલ રહેતી હતી. કામના ભારણ વચ્ચે ક્યારેક ઘરે ફોન કરીને પોતાના બાળકની પણ સંભાળ રાખી લેતી હતી. રૂટિન સમય