એ અંધારી રાતનું વૃત્તાંત

  • 3.6k
  • 1.3k

આ કથા સંપૂર્ણ કાલ્પનિક છે જેનો કોઈ સજીવ-નિર્જિવ કે ઘટના સાથે કોઈ જ સંબંધ નથી છતાં પણ સામ્યતા જણાય તો એ એક સંયોગ માત્ર હશે. **************** અમાસની અંધારી રાત્રે, પોતાની જાતથી જ નાસીપાસ થઈ પડેલો ઘાયલ સૂરજ ધીરે-ધીરે આંખો ખોલી એ ગાઢ અંધકારને ઉકેલવાનો પ્રયાસ કરે છે પરંતુ તિમિરથી ઘેરાયેલ એને કંઈ દેખાતું નથી. તારલાઓ મઢેલી આકાશી ચુંદડી ઓઢેલી એક સ્ત્રી એની નજરે ચઢે છે. સ્વભાવગત પોતાની દશા ભૂલી, ચિંતાથી એ ચાલી જતી સ્ત્રીને પૂછે છે. "કોણ છો તમે? આ અંધકારમાં આટલી મોડી રાત્રે અહીં શું કરો છો?" "હું? હું તો વાસ્તવિકતાની ધરીએ ફરતી કાલ્પનિક પૃથ્વી. તમે કોણ? તમે અહીં