અમે બેંક વાળા - 26. ડો. કાર્તિકેય

  • 2.9k
  • 1
  • 1.4k

26. ડો. કાર્તિકેયઆ પણ મારી ન્યુકલોથ માર્કેટ બ્રાન્ચની વાત છે.આશરે 2006 મે ની. હું બ્રાન્ચની મધ્યમાં રિવોલ્વિંગ ચેરમાં બેસી પીક અવર્સમાં મારી આસપાસ ઊભેલાં ટોળાંનાં કામો પતાવતો હતો. હું સિનિયર મેનેજર એટલે મેનેજર પછીની વ્યક્તિ. બ્રાન્ચ ચીફ મેનેજરની હતી.એ વખતે શાળા કોલેજોના એકાઉન્ટ ખોલી તેમાં સ્કોલરશીપ અને શિક્ષકોના પગાર સીધા નાખવાનું શરૂ જ થયેલું એટલે એ એકાઉન્ટ્સ ખોલવા ટ્રેઇન્ડ પીયૂન મૂળજી સ્ફુલની બાલિકાઓને સહી કરવા ને આઈકાર્ડ બતાવવા કહેતો હતો. પાસબુક અને એફડીના કાઉન્ટર પર ભીડ જ ભીડ હતી. ચેક ભરવા લાઈનો હતી. દેકારો મચતો હતો.એવામાં એક અદ્યતન કપડાંમાં સજ્જ, શાઇનિંગ બ્લ્યુ ટીન્ટ વાળાં ફ્રેમલેસ ચશ્માં પહેરેલા 'સજ્જન' આવ્યા અને મારી