પ્રાયશ્ચિત - 58

(59)
  • 8.5k
  • 6
  • 6.5k

પ્રાયશ્ચિત પ્રકરણ 58દિવસો ઉપર દિવસો વિતતા ગયા સમયને પસાર થતાં વાર નથી લાગતી. હોસ્પિટલ ચાલુ થયાને બીજા પંદર દિવસ નીકળી ગયા. કેતનની હોસ્પિટલમાં થતી સારવાર જોઈને હોસ્પિટલમાં ધસારો વધતો ગયો. અને હવે હોસ્પિટલના તમામ વોર્ડ ફુલ રહેવા લાગ્યા. એડમિટ થવા માટે પણ વેઇટિંગ ચાલતું હતું. કેતન અને શાહસાહેબે ભેગા થઈને સારામાં સારા ડોક્ટરો અને સર્જનોની ટીમ ઊભી કરી હતી એટલે મોટાભાગના પેશન્ટો જમનાદાસ હોસ્પિટલ તરફ વળી ગયા. ઓપીડીમાં પણ ઘણી ભીડ થતી હતી. કેતને એચડીએફસી બેન્કમાં જમનાદાસ ચેરીટેબલ હોસ્પિટલનો એક અલગ એકાઉન્ટ પણ ખોલાવી દીધો હતો. કેતનની પેટ્રોલ પંપ પાસેની નવી ઓફિસ પણ ફુલ ટાઈમ ચાલુ થઈ ગઈ હતી. બે નવા ક્લાર્કની