સજન સે જૂઠ મત બોલો - 30

(62)
  • 6.4k
  • 4
  • 1.8k

પ્રકરણ-ત્રીસમું/૩૦‘હ્મ્મ્મમ..આઈ થીંક મને એવું લાગે છે કે, મેં આપને પહેલાં પણ કયાંય જોયેલા છે..’શ્રીધરના અસાધારણ પ્રભાવથી પ્રભાવિત થઇ સ્હેજ શ્રોભિત અને શરમાતાં સપના બોલી..‘શાયદ, મને પણ એવો ભાસ થાય છે.’પાંચ ફૂટ સાત ઈંચની હાઈટ ધરાવતો શ્રીધર આશ્ચર્ય સાથે ચેર પરથી ઊભા થઇ સપનાની નજદીક આવી શેકહેન્ડ માટે હાથ લંબાવતા બોલ્યો ‘આવો... વેક્લમ.. આપનો પરિચય ?આંખોમાં અનેરી તાજગીની ચમક સાથે શ્રીધરની આંખોમાં જોઇને હાથ મિલાવતા જાણે કે, અનન્ય ઉમંગ ,ઉત્સાહ અને ઉષ્માના ત્રિવેણી સંગમની સાક્ષીની સંવેદના સાથે સપના બોલી.. ‘જી. માય સેલ્ફ સુનંદા, સુનંદા શાસ્ત્રી.’ ‘આવો બેસો.’ બાજુમાં પડેલી રીવોલ્વીંગ ચેર તરફ હાથ લંબાવતા શ્રીધર બોલ્યો.‘થેન્ક્સ.’ કહી ચેર પર બેસી, વોલ પર ચીપકાવેલા