ધરતી આપણી 'મા'. समुद्रवसने देवी पर्वतस्तनमंडले lविष्णुपत्नी नमस्तुभ्यं पादस्पर्शंम् क्षमस्वमे ll (સમુદ્રમાં નીરક્ષિર,પહાડરૂપી સ્તનનું ઔષધ હે માતા! હે વિષ્ણુપત્ની! તમને મારા પગના સ્પર્શથી તકલીફ થતી હોય તો ક્ષમા કરજો.). આ વેદ/ઉપનિષદ મંત્રમાં પહેલાંના ઋષિ, તપસ્વી,કૃષિકાર,બ્રાહ્મણ,કુંભકર,વણજ કરનાર, દરિયો ખેડનાર અને આ ધરતી પર વસનાર તમામ પ્રાણી,જીવ,જંતુને માટે ધરતી પૂજનીય છે.તેવું મનનારો વર્ગ મોટો હતો.આજે પશ્ચિમી સંસ્કૃતિ અને આધુનિક તકનીકીને કારણે આપણને ધરતી માતાને પગે લાગવાનું જુનવાણી લાગશે.પરંતુ પરાપૂર્વથી લઇ આજ સુધી આપણી સારી ખરાબ વૃતિઓને પાળતી પોષતી સહન કરતી ધરતીમાતા ઉંહકારો પણ કરતી નથી.પહાડો તોડી બહુમજલી ઇમારતો બનાવી. બારેમાસ વહેતી નદીને નાથીને મોટા મોટા ડેમ, સરોવર બનાવ્યા.જંગલ કાપીને ઇમારતી લાકડાનો વેપલો