વહેલી સવારના પાંચ સાડા પાંચે વાગી રામધૂન ની શરૂઆત થાય. અને શહેરના છેવાડાના નવા બનેલા વિસ્તારમાં માણસોની અવરજવર શરૂ થાય .ઘરના વડીલો ધૂનમાં થોડા અંતર સુધી જોડાય અને રાધા-કૃષ્ણના મંદિરે બાકીના વૃદ્ધો સવાર ના દર્શન કરવા ચાલ્યા જાય છે. અને આ જ મંદિરે સવારમાં વહેલી સવારે લાભુ પણ રાઇટ 6:30 એ પહોંચી દર્શન કરીને દ્વારકાધીશ ને બે હાથ જોડી પોતાના કામે લાગી જાય. Bindu Anurag લાભુ ની આ રોજની દિનચર્યા લાભુ શહેરમાં ઘરે ઘરે જઈને વાસણ સાફ કરવાનું કચરા પોતા કરવાનું કામ કરે આજ એનું કામ. પણ પોતાના ઘરેથી નિકળતા પહેલા તે સવારમાં વહેલા ઊઠીને શાક રોટલા કરીને ઘરે થી