અણવર અને માંડવિયેણ - 1

  • 4.1k
  • 1.8k

અણવર અને માંડવિયેણ 1રાજસ્થાનના કુંવર યુગ રુદ્ર પ્રતાપ સિંહના લગ્ન હતાં. ખાલી જયપુરથી જ નહીં પણ દેશ વિદેશથી લોકો આવ્યાં હતા. માણસોની સંખ્યા વધારે ન હતી પણ જે લોકો આવ્યા હતા તે દરેક કોઈને કોઈ ક્ષેત્રમાં આગવી પદવી ધરાવતાં હતાં. કારણકે રુદ્ર પ્રતાપ સિંહ જાણીતાં અને નામચીન હીરાનાં વેપારીઓમાંથી એક હતાં. તેમનાં હીરા દેશ વિદેશમાં પહોંચતા હતાં. યુગ પણ પિતા સાથે એમનાં હીરાનાં વ્યાપારમાં સાથે જોડાયેલો હતો. પણ રુદ્ર પ્રતાપનો નાનો દીકરો શિવ કંઇક બીજી જ દુનિયામાં હતો. સામે છોકરી પક્ષે પણ પાર્ટી જોરદાર હતી. રુદ્ર પ્રતાપના હીરાનાં વેપારી મિત્ર શેઠ ખુશાલચંદ રાણાના મોટાં દીકરી યાશવી રાણા. ખુશાલચંદની નાની દીકરી ફિલ્મસ્ટાર