કાકા પાસે આવીને અયાના ઉભી રહી ગઈ... "અગત્સ્ય ક્યાં છે ....?" આડાઅવળા સવાલ કર્યા વગર અયાના એ સીધું જ પૂછી લીધું..."તને નામ કેવી રીતે ખબર પડી ...." આશ્ર્ચર્ય સાથે કાકા એ સામે સવાલ કર્યો ..."તમારા કાના એ જ કહ્યું...." બોલીને અયાના એ હલકું સ્મિત વેર્યું..."કોણ કાનો...." અયાના અને કાકા ની નજીક પહોંચીને ક્રિશય વચ્ચે કૂદી પડ્યો..." કા...."અયાના ક્રિશય ને કંઇક કહે એ પહેલા જ કાકા વચ્ચે કૂદી પડ્યા...."ક...ક...કોઈ નહિ...."" અરે હમણાં જ આ બોલી...કાના એ કહ્યું એમ....અને તમે કહો છો કોઈ નહિ...."અયાના ને સમજાતું ન હતું કે કાકા કાના ની વાત કેમ ટાળી રહ્યા છે...."અહીંયા શું કરે છે ...ચાલ ને ...."