એક લવ એગ્રીમેન્ટ - 4

(12)
  • 3.8k
  • 1.8k

એરિક આતુરતાથી આઈશાની રાહ દેખી રહ્યો હતો. જો આઈશા નહિ આવે તો? એને વિચારી લીધું કે આ સરસ મોકો છે. એક તીરમાં બે નિશાના વિધાઈ જશે. એક તો આઇશાની મદદત થઈ જશે અને એની ચેલેન્જ પણ પુરી થઈ જશે. પપ્પાને એકલા રહીને બતાવી પણ દેશે. ઘરનું બધું આઈશા સંભાળી લેશે. વાત સરળ લાગી રહી હતી પણ સરળ નહતી. જો આઈશા ના આવી તો શું થશે? તેને બે દિવસ પેહલા જ આ ઘરમાં આવીને સમાન મૂકી દીધો હતો. પપ્પાને મમ્મીને પણ પુરા કોન્ફિડન્સ સાથે જણાવી દીધું હતું કે તે બધુજ કરી લેશે. પણ અત્યાર સુધી ક્યાં છે આઈશા? કેમ આવી નહિ?