મળતાં રહીશું હવે....

  • 2.7k
  • 984

આ તરફ પાર્થિવને ૨૫ વર્ષ પછી જોતા જ આસ્થાનું મન ભૂતકાળ વાગોળવા લાગે છે. ને ફરી સ્કૂલના ૧૧માં ધોરણમાં પહોંચી જાય છે. એ દિવસે ૧૫ ઓગસ્ટ હતી અને રેણુકા, માનવ, આસ્થા અને પાર્થિવ સ્કૂલમાં ખાસ નાટક ભજવવાના હતા. થોડા સમય પહેલાંકૃતિકા : તારી બર્થ ડે માટે કીધું હતું નવા કપડાં લે.ત્યારે ના લીધા. અને હવે સ્કૂલના રિયુનિયનમાં જવાનું છે તો પપ્પાને સાથે લઈને ખરીદી કરવા નીકળી ગઈ. આસ્થાની ૨૨ વર્ષની દીકરીએ આસ્થાએ લાવેલા નવા કપડાં જોતા કહ્યું. આસ્થા : હા, તો. અમે બધા મિત્રો ૨૫ વર્ષે ફરી મળવાના છીએ. આસ્થા ખુશ થતા કહે છે. મમ્મીના ચહેરા પર આટલો હરખ અને ખુશી જોઈ કૃતિકા મનોમન ખુશ થઈ જાય છે.* *