એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૨૬

  • 4.8k
  • 2.1k

સોમવારે નિત્યા ઉઠીને તૈયાર થઈ ધીમે ધીમે સીડી ઉતરી નીચે ગઈ.નિત્યાના ઘરની સીડીની ડાબી બાજુ હોલ અને એક બેડરૂમ હતો અને જમણી બાજુ રસોડું હતું.નિત્યા નીચે ગઈ ત્યારે એના પપ્પા હોલમાં બેસીને ન્યૂઝ પેપર વાંચતા-વાંચતા ચા પી રહ્યા હતા અને એની મમ્મી રસોડામાં જ નાનું મંદિર હતું ત્યાં પૂજા કરી રહી હતી.પૂજા પતાવી નિત્યાની મમ્મી પ્રસાદ આપવા બહાર આવતી હતી ત્યાં એમણે નિત્યાને તૈયાર થયેલી જોઈને પૂછ્યું,"નિત્યા તું આટલું તૈયાર થઈને ક્યાં જવાની તૈયારીમાં છે?" કામિનીબેનનો સવાલ સાંભળતા જ જીતુભાઈએ ન્યૂઝ પેપરમાંથી ધ્યાન હટાવી નિત્યા તરફ જોયું અને પૂછ્યું,"હા બેટા,કેમ આજ........" (નિત્યાએ ઓફ વાઇટ કુર્તી અને રેડ પેન્ટ ટાઈપ લહેગો