વાત સાંભળતા કનાની આંખમાં ભય મિશ્રિત પ્રશ્ન હતો!" દાદા, પસી શું થયું?" " લે! પશે હુ થાય? મનમાં દુવારિકાવાળાનું નામ લીધું ખભે તો ડાંગ હતી જ! હાવજ હામે ઉગામી ઊભો રહી ગ્યો. વાહે ભેહુ પણ ઊંચા બોથા કરી તૈયાર જ હતી. હાવજ એક ડગલું મોર્ય આવ્યો.હું પાસા પગલે બે ડગલાં વાહે હટ્યો.હાવજ ઈની જગાએ ઊભો ર્યો. વળી હું ડાંગ ઉગામી બે ડગલાં આગળ હાલ્યો. હાવજ વાહે હટ્યો. ઘડીક વાર માટે બધું એમનીમ થંભી ગ્યુ. પસે હાવજને મારી નજર એક થઇ.પણ હવે મારી નજરમાં ભૉ રહી નોતી. મેં દાંત ભીસ્યા ફરીવાર દુવારિકાવાળાનું નામ લીધું.ડાંગ ભીંસીને પકડી.ગમે