જન્માંજલિ - 3

  • 2.8k
  • 1.1k

કાળી ડીબાંગ રાતનો વરસાદ વરસે છે. વીજળી જમીનને અડીને અજવાળા પાથરી રહી છે. વાદળોએ આકાશમાં રમત માંડી છે. એકબીજા સાથે અથડાતા વીજળીનો જે ચમકાર થતો હતો એના કરતાંય બમણાં જોરથી ગરજતાં હતા. કાયરનુ કાળજું કંપાવે એવી મેઘલી રાત હતી. જમીન પર ચોતરફ કુદરત અજવાળાં પાથરતી હતી. ઠંડોબોળ પવન સૂસવાટા કરતો હાડ ઠારી નાખે એવી ઠંડી લઈને દૂર દૂરથી ઝાડવામા અથડાતો, ડૂંગરાને વીંધતો દોડીને ગુફાના દરવાજે આવી હૂકાર ભણતો હતો. તાપણું થાય એવી કોઈ સ્થિતિ ન હતી. સર્વે મેઘરાજાએ વણજોતી મહેરબાની પાથરી હતી. દેડકાઓનો ડરામણો અવાજ ક્યાંય સુધી સંભળાઈ રહ્યો હતો. પાણીના વહેણ નાના ઝરણાં જેવા ભાસતા હતાં. વીજળીના