જન્માંજલિ - 2

  • 2.7k
  • 1.1k

સવારનો સુરજ સોનેરી રંગ લઈને મુખીની ડેલીને અજવાળી રહ્યો છે. બાયુ માણહ વલોણા ઘમઘમાવી રહી છે. ઘરનું દહીં દૂધ ને માખણ ખાઈને સૌ કોઈ ઉચા બાંધાના દેખાઈ છે ને પાચ શેરના હાથ વાળાને ગોળ મટોળ મોઢાને લાલી ચડી છે. સાથી બળદને નિરણ - પૂળાં કરી રહ્યાં છે. બળુકી બાયું પોતાના કાંડાના જોર ગાયું - ભેંસુના આંચળ પર કાઢી રહી છે. ગાયું - ભેંસુ ગમાણમાં મૂકેલા ખાણના બકડિયામાં માથાં ઉંધા ખોસી ખાવામાં મસ્ત છે. લીલા રજકાની તાણ્ય નથી. બાયુ ઉભડક પગે બે પગ વચાળે બોઘડામાં દૂધની શેર્યુનો વરસાદ વરસાવતી દસ પંદર શેર દૂધ કાઢતી એ કામધનુંને ઉભી રેને કયા જવું