થાપણિયુ

  • 3.9k
  • 1.4k

અષાઢ ઉતરીને શ્રાવણને બેસવું એવે વખતે મંગુને સારા દિ' છે. આમતો એના પેટે ત્રણ છોડિયું ને એક દેવનો દીધેલ છે, પણ બોરા પોયરાં હોય તો જટ કામ થાયને કમાઈ પણ બમણી આવે. આ અબુધ ને અભણ સમાજની આ માન્યતા હતી. આ વાત આજથી બસો પિસ્તાળીસ વર્ષ જૂની છે. આમ જોઈએ તો બહુ જૂની નહિ પણ બસ શિક્ષણ અને ટેકનોલોજીના આગમન પૂર્વેની છે. મેરગઢ સૌરાષ્ટ્ર ભોમિની બરોબર મધ્યે આવે. અહીં જોરુભા રાજાનું રાજ છે અને આઠ પાદરનો એ ધણી છે. ગરીબ પ્રજા કાળી મજુરી કરે ને વણિક પ્રજા વેપાર ! આમ જોવો તો દખી ને આમ જોવોતો લેર ! જાણે ભગવાનની