''એલી રંભા તે હાંભળ્યું કે ?'' - ખાટલો તોડતી કાશી ડોશીએ ફળિયામાં પોદળાના ગળિયા બનાવતી,છાણા થાપીને દિવાલને બગાડતી રંભાને અવાજ દીધો. "શેની વાત કરો છો? "-રંભાએ હાથમાં ગળિયા સાથે જ ડોશીની સામે જોયા વગર જ પૂછી લીધું. "આય ઓરી આવ્ય તો વાત થાય ને.એમ બરાડા નથ્ય પાડવા મારે." "લે, તયે તમને ગળું દુઃખતું હશે નઈ?" "એમ ઘેલહાઘરી થા માં ." "તો પછી માંડીને વાત કરો ને. પોદળામાં હાંઠીકુ ખૂતાડીને બેઠા છો તે!" (રંભા ફળીમાંની ડંકી સિંચતા સિંચતા પાણી વડે હાથ ધોઈને એના જ સાડલાંના છેડાથી સાફ કરીને ડોશી પાસે બેઠી ). "એ છે ને હુ આજ સવારે કળશિયે નદીકાંઠે