એક પૂનમની રાતપ્રકરણ:70અંકિતા અને અનિકેત રિક્ષામાં ઘરે જવા નીકળ્યા અંકિતાને એનાં ઘરે ડ્રોપ કરીને અનિકેત એનાં ઘરે જવાનો હતો. રિક્ષામાં બેઠાં ત્યારથી રીક્ષા દ્રાઇવરની નજર અંકિતા ઉપરજ ચોટેલી હતી અંકિતાએ અનિકેતનો હાથ દબાવ્યો અને સંકેતમાં કેહવા ગઈ કે પેલો રીક્ષાવાળો એનેજ જોઈ રહ્યો છે અનિકેતે સમજીને કહ્યું ચિંતા ના કર અને એ રીક્ષાવાળાને ટોકવા જાય છે ત્યાંજ સામેથી એક બાઈક આવે છે અને રિક્ષાવાળાની નજર રોડ પર હતીજ નહીં અંકિતાથી જોરથી ચીસ પડાઈ જાય છે....ચીસ સાંભળી રીક્ષાવાળો સાવધાન થાય એ પહેલાં બાઈક જોરથી ભટકાય છે અને રીક્ષા પણ સંતુલન ગુમાવી દ્રાઇવર બચવા માટે રિક્ષાને ફંટાવી સંભાળે પહેલાંજ રીક્ષા લાઈટનાં થાંભલાં