વસુધા - વસુમાં - પ્રકરણ : 21

(63)
  • 6.4k
  • 1
  • 3.9k

વસુધા પ્રકરણ -21વસુધા પોતાની સાસરીમાં ઘરમાં હવે હેવાઈ થવા માંડી હતી. પીતાંબર દૂધ ભરવા જવાની તૈયારી કરતો હતો અને એના ગામનાં ભરવાડ મિત્ર રમણ એની માં સાથે મળવા આવે છે બંન્ને બહાર પાથરેલાં ખાટલા પર બેસે છે. ભાનુબેન આવકારે છે અને કહે છે તમે લગ્નમાં ના આવ્યા પણ પછી ખબર પડી હતી કે તમારાં જેઠ અવસાન પામ્યાં હતાં.રમણની માં એ કહ્યું આતો મરણ પ્રસંગ હતો એટલે લગ્નનાં ઘરમાં ક્યાં આવવું ? હવે બધું પતી ગયું છે એટલે આજે વહુનું મોં જોવા આવી અને શુકન કરાવવા પડેને ? આ પીતાંબર તો મારા રમણ નો લંગોટિયો ભાઈબંધ છે. ભાનુબહેને કહ્યું એ સારું હું