સોનાનો કંદોરો આ વાત 1960ની છે. બોકરવાડા ગામમાં મોતીલાલ શેઠ રહેતા હતાં. મોતીલાલ શેઠની નાણાં ધીરધારની પેઢી હતી. આ પેઢી બાપ-દાદાના સમયથી ચાલતી હોવાના કારણે બોકરવાડા અને એના આસપાસના ગામમાં પેઢીની શાખ ઘણી સારી હતી. મોતીલાલ શેઠ પણ નાણાં ધીરધારનો ધંધો બાપ-દાદાની જેમ ઘણી ઇમાનદારીથી કરતા હતાં. વ્યાજ પણ માપસરનું લેતા અને પૈસા ચૂકવવામાં કોઇનાથી મોડું વહેલું થાય તો પૈસા લેનારે આપેલી થાપણને હડપ કરી જવાની દાનત ક્યારેય ન રાખતા. પૈસામાં થોડું વહેલું મોડું થતું એ સરળતાથી ચલાવી લેતા. એમની આવી ઉદારતાના કારણે એ આજુબાજુના દસ ગામમાં વખણાતા હતાં. મોતીલાલ શેઠની પેઢીનો વ્યવહાર આટલો ઉત્તમ અને વ્યવસ્થિત રીતે ચાલતો