અઠવાડિયું રોકાઈને મમતા, કુણાલ અને ગરિમા પોતપોતાના ઘરે ગયાં. અંતરાને હવે ઘર, ઘર જેવું લાગવા માંડ્યું હતું, જ્યાં તે ખુલ્લી હવામાં શ્વાસ લઈ શકે. બંને નણંદોની હાજરીમાં અંતરા સતત તણાવમાં રહેતી. તેમની સતત નેગેટિવ વાતો આખા ઘરને નેગેટિવ કરી દેતી હતી. “મમ્મી, આજે પ્રિયાંકનો ફોન આવ્યો હતો.” પર્લે અંતરાને કહ્યું. “શુ વાત કરે છે? શું કહ્યું પ્રિયાંકે?” અંતરાએ અધીરાઇથી પૂછ્યું… (આટલા દિવસથી મમતા બેનના પુરાણમાં અંતરા એટલી અટવાઈ ગઈ હતી કે તે તો સાવ જ ભૂલી ગઈ હતી કે તેણે પર્લની ઝિંદગીનો મહત્ત્વનો નિર્ણય હજી કરવાનો બાકી છે) “પ્રિયાંકના ઘરેથી પાછી આવી પછી મેં પણ એને ફોન કર્યો નહોતો… મને