પપ્પા ગીફ્ટ લઈ ધારા સાથે વાત કરવા તેના રૂમમાં આવે છે તો જુએ છે કે એ તો ઘસઘસાટ ઊંઘી રહી છે.તેને આરામથી ઊંઘતી જોઈ ફરી પપ્પા ના ચહેરા પર પ્રેમ ભરી મુસ્કાન આવી જાય છે.તે ધીરે રહી ને ધારા પાસે આવી તેના માથે હળવો હાથ ફેરવી અને ફરી એક નજર પરફ્યુમ ની બોટલ પર ફેરવી મનોમન ખુશ થતા પાછા પોતાના રૂમમાં તૈયાર થવા જતા રહે છે.* * * * પરંપરા : વાઉં....!! કેટલું સુંદર દેખાય છે અહીંથી જો....!! તે એકદમ ખુશ થતા કહે છે. સ્મિત પરંપરા ને પોતાની નજીક ખેંચે છે અને તેના ખભા પર પોતાના બંને હાથ મૂકી દે છે.પરંપરા મુસ્કાય છે.સ્મિત : અહીંયા