મને ગમતો સાથી - 32 - અચાનક....

  • 2.8k
  • 1.3k

ધ્વનિ એ સરસ લાલ રંગનો કલમકારી નો કુર્તો અને ક્રીમ કલરનું ચમકતા કાપડનું પ્લાઝો પહેર્યું હોય છે.જમણા હાથમાં સિલ્વર વોચ અને ડાબા હાથમાં પાતળી પાતળી સિલ્વર અને ગોલ્ડન બંગડીઓ સાથે આંખોમાં આઈ લાઈનર, કપાળે નાનો સરખો પણ સુંદર ચાંદલો, પગમાં રંગીન મોજડી અને ખુલ્લા વાળ.ધારા ના ચહેરાની ખુશી જોઈ મમ્મી આમ તો આખી વાત સમજી જાય છે અને મુસ્કાય ને ધ્વનિ ને બેસવા કહે છે.મમ્મી : બેસ બેટા.ધ્વનિ મમ્મી ને પગે લાગવા વાંકી વળે છે.મમ્મી : નહી નહી બેટા.મમ્મી તેને રોકતા તેના માથે હાથ ફેરવે છે.કોયલ હવે બંને માટે પાણી લઈ આવે છે.ધારા ધ્વનિ થી દૂર એજ સોફા પર બેઠી