મને ગમતો સાથી - 30 - રેડ ટેડીબિયર

  • 2.6k
  • 1.3k

હજી ધ્વનિ એ કાફે ની બહાર પોતાનું ટુ વ્હીલર પાર્ક કરી રહી હોય છે ત્યાં તેને સફેદ હોન્ડા સીટી માં સ્મિત સાથે ધારા આવતી દેખાય છે.ગાડી ધ્વનિ ને જોઈ ધ્વનિ પાસે ઉભી રહે છે અને રંગબેરંગી ફ્લોરલ પ્રિન્ટ વાળું મીની ફ્રોક પહેરીને તૈયાર થયેલી ધારા ગાડીમાંથી ઉતરે છે.ધ્વનિ : હાય.... ધારા : હાય....બંને મુસ્કાય છે.ધારા નું ધ્યાન જાય છે કે ધ્વનિ એ પણ નાના નાના સુંદર રંગીન ફૂલો સાથે બ્રાઉન બેકગ્રાઉન્ડ વાળી કુર્તી સાથે ક્રીમ કલરનું પ્લાઝો પહેર્યું હોય છે અને આંખોમાં કરેલું આઈલાઈનર તેને વધુ સુંદર બનાવી રહ્યુ હોય છે.ધ્વનિ ના સ્મિત ને હાય કહેતા તે ગાડીનો કાચ નીચો કરે