અયાના - (ભાગ18)

(16)
  • 3.9k
  • 4
  • 2k

"એક મિનિટ અંકલ...." અયાના એ દાદાની ઉંમરના પુરુષ ને કહ્યું..."એક મિનિટ શું એક સેકન્ડ પણ નહિ ...તમે અહીંથી જટ નીકળો....." એ દાદા તો ખૂબ જ ઉતાવળ માં હતા..."આ છોકરો કોણ છે....""એ જે હોય તે તું અહી થી નીકળ પહેલા...."અયાના એ હવે પોતાના હાથ ને ઝાટકો મારીને છોડાવી લીધો..."તમને ખબર છે ને અમે અહીં શું કામ આવ્યા છીએ....અમે કોઇને નુકસાન નહિ પહોંચાડીએ....જે અમારું કામ છે એ જ કરીશું ...અમારી ફરજ માં આવે છે કે અમે આ ગામના આશ્રમ ના દરેક પેશન્ટ ની મુલાકાત લઇએ ...."સૂનમૂન થઈ ગયેલા દાદા સાંભળી રહ્યા હતા...."કાનો કોઈ દર્દી નથી...." એટલું બોલતા એની આંખોમાં આંસુ તોળાઈ આવ્યા..."હું