પ્રેમની ક્ષિતિજ - 30

  • 3.6k
  • 1.3k

અદ્વિતીય આનંદ અને અકલ્પનીય પીડા..... માનવીના અંતરમનના સૌથી મોટા એવા બે ભાવ જેના માટે ઈશ્વર ઘટનાઓને કારણ તરીકે આપણા જીવનમાં સ્થાન આપે છે. મૌસમ અને આલય પ્રેમની અદભુત ક્ષણોને માણવા ના મિજાજમાં હતા, ત્યાં કેટીના મૃત્યુનું દુઃખ બંનેના મનને ડામાડોળ કરી નાખે છે. કેટીનું મૃત્યુ મૌસમ માટે કદાચ ફરીથી એકલતાની ગર્તામાં ધકેલીનારુ હતું. ઉર્વીશભાઈ વિરાજબેનને પણ ત્યાં બોલાવી લે છે મૌસમને સંભાળવા માટે. આલય કેટીના ફેમિલી ફ્રેન્ડ તરીકે પ્રેસમીડિયા તથા બધાને જાણ કરે છે. મૌસમને વિદાય કરવાના સપના જોતો કેટી પોતે જ વિદાય લઈ લે છે. મૌસમ માટે અસહ્ય હતું આલય તેને પોતાની સાથે સ્મશાને આવવા